તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:મેઘમહેર ન થતાં કંટાળી ખેડૂતોએ બોર અને કૂવાઓના પાણીથી પિયત કરવાનું ચાલુ કર્યું

ધનસુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાજપુરકૂઇ - Divya Bhaskar
તાજપુરકૂઇ

તાજપુરકૂઈ પંથકમાં ઘડકણ, મજરા સહિતના ગામના ખેડૂતોએ ડાંગરની રોપણીનો સમય આવી જતાં વરસાદની રાહ જોઇને થાક્યા બાદ ના છૂટકે બોરકૂવાના પાણીનો આશરો લઈ ડાંગરના ક્યારા ભરી ડાંગરની રોપણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પ્રાંતિજના તાજપુરકૂઈ પંથકના સીતવાડા, બોરીયા, બોભા, મજરા, ઘડકણ, વડવાસા, ઓરાણ, અનવરપુરા, સુખડ સહિતના ગામોમાં એક માસ અગાઉ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વરસાદ વરસ્યો નથી જેથી ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો છવાયા છે. લોકોએ ડાંગર તેમજ ફૂલાવર કોબિજના ધરું નાખી દીધા છે. ત્યારે ધરતી અને ધરતીપુત્રો વરસાદની રાહ જોઇ રહ્યા છે.

મોટીઇસરોલ
મોટીઇસરોલ

અગાઉ વરસાદ પડતાં ખેડૂતોએ મગફળી અને સોયાબીનનું વાવેતર કરી દીધું. પરંતુ બાદમાં વરસાદે હાથતાળી આપતાં ખેડૂતોની પણ ધીરજ ખૂટી જતાં પાક સૂકાવા લાગતાં છેવટે પિયત માટે બોર અને કૂવાઓના પાણીથી પિયત ચાલુ કરી દીધી છે.

ધનસુરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બનતાં જ્યાં પાણીની સગવડ છે તે પંથકના ખેડૂતો દ્વારા ફૂવારા પદ્ધતિથી ખેતરમાં પાણી આપવાનું શરૂ કરાયું છે.

ધનસુરામાં થયેલ ખરીફ વાવેતર

મગફળી4850
સોયાબીન2179
કપાસ834
મકાઈ212
તુવેર180
અડદ110
શાકભાજી264
ઘાસચારો463
અન્ય પાક9115
(આંકડા હેક્ટરમાં)

અન્ય સમાચારો પણ છે...