આપઘાતનો પ્રયાસ:મોડાસાના વૃદ્ધને જમીન વેચાણના 52 લાખ ન આપતાં ઝેરી દવા પીધી

ધનસુરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે જમીન દલાલોએ 52 લાખ ન આપી છેતરપિંડી કરતાં ફરિયાદ

મોડાસાના વૃદ્ધને જમીન વેચાણના 52 લાખ બે જમીન દલાલોએ ચૂકવતાં વૃદ્ધે દવા પી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટનામાં પૈસા ન આપી ઠગાઇ કરી ધમકી આપતાં બે જમીન દલાલો વિરુદ્ધ ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. અહેમદભાઈ સમદખા ભટ્ટી રહે. લીમડાતળાવ અલફલાહનગર, મોડાસાની ધનસુરાના ભેંસાવાડાની સીમમાં ખેતીની 8 એકર જમીન આવેલી છે. અબ્બાસમિયા પેરામિયા કલાલ રહે. ફૈઝરસુલ સોસાયટી, મોડાસા અને નારણભાઈ સાહરભાઈ રબારી રહે.ધનસુરા જમીન લે-વેચનું કામ કરે છે. બંને જણાંએ અહેમદભાઇને સારા ભાવે જમીનનો સોદો કરવાનું કહેતાં એક વીઘાના 7.40 લાખ લેખે અને બધી જમીન 1,09,53,742માં નીતાબેન અનિલભાઇ પટેલના નામે જમીન દસ્તાવેજ કરી વેચી હતી.

અહેમદભાઇને દસ્તાવેજ સમયે જમીન રાખનાર નીતાબેને 60 લાખ આપ્યા હતા.જેમાંથી 50 લાખ નારણભાઈ રબારી તેમના ઘરે લઈ ગયા હતા. બાદમાં બાકી રહેલા રૂ. 49,53,742 જમીન રાખનાર અનિલભાઇએ ચૂકવ્યા હતા. નારણભાઈ અને અબ્બાસમિયા કલાલે અહેમદભાઇને કહેલ કે આટલી મોટી રકમ તમારા ઘરે રાખવી જોખમરૂપ છે તમે અમને આપી દો તમારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને આપી દઈશું તેમ જણાવી 49,53,742 લઇ ગયા હતા. અહેમદભાઇને પૈસાની જરૂર પડતાં તેઓ તૂટક-તૂટક 57,53,742 લઇ ગયા હતા. બાકી વધેલા 52 લાખ લેવા જતાં નારાયણભાઈ પાસે પૈસા માગતા તેઓ વાયદો કરવા લાગી બહાના બતાવતા હતા અને અબ્બાસમિયા કલાલને પૈસા પરત આપી દેવા જણાવતા હતા. અહેમદભાઇ તેમના દીકરા સાથે પૈસા માટે નારણભાઈના ઘરે જઇ પૈસા માગતા નારણભાઈએ ધમકી આપી જીવતા પાછા નહીં જવા દઉંની ધમકી આપતાં અબ્બાસમિયા કલાલને વાત કરતાં તેઓએ પણ આ પૈસા ભૂલી જાઓ તેઓ જવાબ આપતાં અહેમદભાઇને કંટાળીને ઝેરી દવા પીધી હતી.

અન્ય સમાચારો પણ છે...