ધરપકડ:અંબાસરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઝડપાયો

વડાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકના પિતાના મિત્રે જ કૃત્ય આચર્યું

ધનસુરાના અંબાસરમાં 12 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનારને ધનસુરા પોલીસે પકડી લીધો હતો. આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંબાસરમાં રહેતા 12 વર્ષના બાળક સાથે પાડોશીએ જ તેના ઘરે લઈ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં પંથકમાં ખડભળાટ મચી ગઇ હતી.

આ અંગે બાળકના વાલીએ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી પ્રકાશ વાસુદેવ રાવલ મારા ઘરના બાજુમાં રહેતો અને ભાઈબંધ હોવાના કારણે અવાર-નવાર મારા ઘરે આવતો હતો તેના ઘરેથી જમવાનું લાવીને આરોપી 12 વર્ષના બાળકને તેના ઘરે લઈ ગયો હતો અને તેના જ ઘરે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં બાળકે ઘરે જઈ બનાવની વાત કરતાં બાળકના પિતાએ ધનસુરા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે આરોપી પ્રકાશ વાસુદેવ રાવલ રહે. અંબાસરને ઝડપી લઇ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...