ધનસુરાના નવલપુરનો યુવક સાયકલ પર હાજતે જવા નીકળ્યો હતો. તે દરમિયાન કારે ટક્કર મારતાં યુવક પટકાતાં 108 માં સારવાર અર્થે ધનસુરા સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કરતાં કારચાલક સામે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ધનસુરાના નવલપુરના બાબુભાઈ મોહનભાઈ નાડીયા (46) સાયકલ લઇ હાજતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી રોઝડ નવલપુર રોડ ઉપર અલ્ટો કાર નંબરના GJ-01-KA-1381 ના ચાલકે બાબુભાઈની સાઈકલને ટક્કર મારતા બાબુભાઈ નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે ધનસુરા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બાબુભાઈનું મોત નીપજ્યું હતું. બાબુભાઈના પરિવારજનોએ લાશને પીએમ અર્થે ધનસુરા સરકારી દવાખાનામાં મોકલી આપી અલ્ટો કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રવિકુમાર બાબુભાઈએ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છેે. નવલપુર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.બમ્પ પર સફેદ પટ્ટા તેમજ રેડિયમ લગાવવામાં આવે તેવી નવલપુર ગામજનોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.