તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધનસુરાના વડાગામમાંથી 7 અને બાયડના અદાના છાપરા પાસેથી 4 જુગારી ઝડપાયા

વડાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1120નો મુદ્દામાલ જપ્ત કર્યો

ધનસુરા વડાગામ પંથકમાં પોલીસે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ ભાથીખત્રી ફળિયામાં સાત જુગારીરમેશભાઈ લાલભાઈ પરમાર,વિપુલકુમાર બુધાભાઈ પરમાર,રાજુભાઈ કનુભાઈ કારીગર, ચંદુભાઈ રમણભાઈ પરમાર, વિજય કુમાર ગોવિંદભાઈ પરમાર, હિતેશ કુમાર ધર્મેન્દ્ર ભાઈ પરમાર, રાહુલકુમાર લાલાભાઇ ખાંટ તમામ રહે. ભાથીખત્રી ફળિયા વડાગામને 1120 રૂપિયા રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે અદાના છાપરા નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં બાયડ પોલીસે રેડ કરી જુગાર રમતાં 4 શકુનિઓને ઝડપી જુગારધામ ઉપરથી પોલીસે 11 હજાર ઉપરાંતની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલ જુગારી

  • મહેમુદખાન અબ્દુલખાન બલોચ રહે. બાયડ
  • પ્રવિણભાઈ સનાભાઇ પરમાર, રહે. ભૂલી વિસ્તાર બાયડ
  • ફિરોઝખાન ઉસ્માનખાન બલોચ, રહે. બાયડ
  • સચીનભાઈ હરિભાઇ પટેલ, રહે. બાયડગામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.
અન્ય સમાચારો પણ છે...