અકસ્માત:ધનસુરાના રહિયોલ નજીક કાર- ટેમ્પો ટકરાતાં કારમાં સવાર 4 લોકોનાં મોત

ધનસુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વ્યક્તિ ઘાયલ, અકસ્માતમાં બંને વાહનોના ફૂરચેફૂરચા નીકળી ગયા

ધનસુરા-મોડાસા રોડ પર રહીયોલ ગામ નજીક કાર અને ટેમ્પો ટકરાતાં 4 લોકોનાં મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માતમાં કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જેમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા જ્યારે 1 વ્યક્તિ ઘાયલ થયો હતો.

અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે મોડાસા ખસેડાયા હતા જ્યારે મૃતકોને પીએમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...