તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધનસુરા-બાયડ રોડ પર આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી બાયોડીઝલ વેચતાં 2 ઝબ્બે

ધનસુરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે શખ્સો ટેન્કરમાંથી બાયોડીઝલની હેરાફેરી કરતા હતા - Divya Bhaskar
બે શખ્સો ટેન્કરમાંથી બાયોડીઝલની હેરાફેરી કરતા હતા
  • 6000 લિટર બાયોડીઝલ, ટેન્કર મળી કુલ 14.34 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી એલસીબીએ બાતમી આધારે ધનસુરાથી બાયડ રોડ પર આવેલ દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદે બાયોડીઝલ વેચતાં બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે 6000 લિટર બાયોડીઝલ, ટેન્કર,સાથે કુલ રૂ.14,34,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબીના સી.પી.વાઘેલા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી મોડાસાએ બાતમીના આધારે વી.એસ.દેસાઈ પો.સબ.ઈન્સ તથા સ્ટાફના માણસો ધનસુરાથી બાયડ જતા હાઈવે પર હિરાપુર ગામની સીમમાં આવેલી દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી બાયોડીઝલનું ગેરકાયદે વેચતા હોવાની બાતમી આધારે રેડ કરતાં માધવ ટ્રેડીંગ નામથી ટેન્કર નંબર-GJ-06-Y-6938 માં બાયોડીઝલ 6000 લિટર કિં. 4,32,000 તથા ટેન્કર કિં.5,00,000, બાયોડીઝલ ભરવા આવેલ ટ્રક ન. GJ-8-Z-9408 કિં. 5લાખ તથા મોબાઈલ-1 કિં.2000 મળી કુલ 14,34,400નોમુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા શખ્સો

  • કરણસિંહ ઠાકોર-રહે. કરોલી તા. ધનસુરા
  • દોસ્ત મોહંમદખાન મકરાણી રહે ટીંટોઈ તા. મોડાસા
અન્ય સમાચારો પણ છે...