કાર્યવાહી:ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ભિલોડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રિક્ષા સહિત કુલ 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભિલોડા પોલીસને બાતમી મળી હતી કે ધોલવાણી ત્રણ રસ્તા પાસે એક રિક્ષામાં દારૂ લઈ જવાઈ રહ્યો છે. તે બાતમીના આધારે ભિલોડા પોલીસ સ્ટેશનના પી આઈ એમ.જી.વસાવા ધોલવાણી ત્રણ રસ્તા વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન બાતમીવાળી સી.એન.જી.રિક્ષા આવતા પોલીસને જોઇ થોડેક દૂર ઉભી રાખી ચાર માણસો ભાગવા જતાં પોલીસ સ્ટાફના કેતનભાઈ, વિશાલ ભાઇ અને બાબુભાઇએ પીછો કરી બે શખ્સો ને ઝડપી પાડ્યા હતા.

લલીતભાઇ જીવનલાલ અસોડા ઉ.20 રહે.કાનપુર પાટિયા તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન)વાળાને પૂછપરછ કરતાં પાટિયા ઠેકા ઉપરથી દારૂ ભરી આપનાર વિનોદ અસોડા રહે.પાટીયા, ભગોરાપાડા ફળીયુ તા.ખેરવાડા જી.ઉદેપુરવાળો દારૂ ભરી આપનાર તથા ભાગી જનાર જીતેન્દ્ર લક્ષ્મણ ભગોરા રહે.ભગોરાપાડા,પાટિયા તા.ખેરવાડા જી.ઉદેપુર લાલશંકર પાંડોર રહે.જુવારવા સી.એન.જી.રીક્ષા નં.જી જે 31 એક્સ 3074માં જુદી જુદી વિદેશી દારૂની 32 બોટલો જેની આશરે કિં.15415 તેમજ સી.એન.જી. રિક્ષાની કિં.રૂ.100000/- તથા સાદો મોબાઇલ કિં.500/- તેમજ સીલ્વર કલરનો મોબાઇલ સેમસંગ કંપનીનો કિં.રૂ.2,0000/- કુલ રૂ. 1,17,915 નો મુદ્દામાલ લઇ શખ્સોને ઝડપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...