તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભિલોડા-મુડેટી વચ્ચે બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત થયું

ભિલોડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇકસવાર અન્ય યુવક ઇજાગ્રસ્ત થયો

ભિલોડાના વાંકાનેર છાપરાનો યુવક અને તેનો મિત્ર બાઇક લઇને આવી રહ્યા હતા. ત્યારે ભિલોડા-મુડેટી વચ્ચે બાઇક સ્લીપ થતાં યુવકનું મોત થયું હતું. જ્યારે બાઇકસવાર યુવક ઘાયલ થયો હતો. ભિલોડાના વાંકાનેર છાપરાનો હિરેન ચંદુભાઈ બરંડા (21) બાઈક લઈ તેના મિત્ર રોનીશ ચેતનભાઈ ગામેતી સાથે કામકાજ અર્થે ગયો હતો.

ત્યારબાદ કામગીરી પૂર્ણ કરીને સાંજે ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ભિલોડા અને મૂડેટી વચ્ચે વળાંકમાં બાઈક સ્લીપ થઈ જતાં રોડ નજીક ગરનાળા સાથે અથડાતાં હિરેન અને રોનીશ પટકાતાં બાઈક ચાલક હિરેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રોનીશના શરીરે ઈજાઓ પહોંચતા દોડી આવેલ લોકોએ સારવાર અર્થે ખસેડ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો