લૂંટ:ભિલોડામાં રેમડેસિવિરનું ચેકિંગ ચાલતું હોવાનું કહી વેપારીના થેલામાંથી રૂ.10.89 લાખના દાગીનાની લૂંટ

મઉ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે ગઠિયા સીસીટીવીમાં કેદ. - Divya Bhaskar
બે ગઠિયા સીસીટીવીમાં કેદ.
  • અમદાવાદના વેપારીના થેલાની તપાસ કરવાનો ડોળ કરી દાગીના લઇ બે ગઠિયા ફરાર

ભિલોડાના નારસોલી ત્રણ રસ્તે શનિવારે બે ગઠિયાઓએ રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળાબજારીનું ચેકિંગ ચાલતું હોવાનું જણાવી અમદાવાદના સોનીના થેલામાંથી ચેકિંગના બહાને 10.89 લાખના સોનાના દાગીના તફડાવી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. જો કે બંને ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા થતાં ભિલોડા પોલીસે બંને ગઠિયાઓને પકડવા નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદના હરીશભાઈ ધીરજભાઈ સોની સોનાના દાગીનાનો વેપાર કરતા હોવાથી ભિલોડાના સોની વેપારીઓને સોનાના વિવિધ દાગીના ઓર્ડર પ્રમાણે આપવા શનિવારે આવ્યા હતા. ત્યારે નારસોલી ત્રણ રસ્તા પરથી પસાર થતી વખતે બે ગઠિયાઓએ રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળાબજારીનું ચેકિંગ ચાલતું હોવાનું જણાવી ધીરજભાઈ સોની પાસે રહેલા થેલાની તપાસ કરવી પડશે તેમ જણાવી થેલામાં તપાસ કરતાં હોવાનો ડોળ કરી સોનીને અન્ય વાતોમાં પરોવી રાખી થેલામાં વિવિધ પેકેટમાં રહેલા સોનાની વીંટી અને બુટ્ટીઓ મળી કુલ વજન 217.900 મિલીગ્રામ કિં. 10.89 લાખના સોનાના દાગીનાની તફડંચી કરી વેપારીને બેગ પરત આપી બંને રફૂચક્કર થઇ ગયા હતા.

વેપારીએ થેલામાં સોનાના દાગીનાના પેકેટની તપાસ કરતાં ત્રણ પેકેટ ગુમ થયાનું જણાતાં અને પોતે લૂંટાયાની જાણ થતાં વેપારીએ બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ભિલોડા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતાં સોનીને લૂંટી લેનાર બંને ગઠિયાઓ રોડ પરથી ચાલતા ચાલતા પસાર થતા કેમેરામાં કેદ થતાં બંનેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...