તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રીંટોડા ગામમાં તારું વીજ બિલ બાકી છે કહી શખ્સની પત્ની પર ઇલે.આસિસ્ટન્ટનો હુમલો

ભિલોડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાઇકની ચાવી કાઢી લઇ એટ્રોસિટીમાં ફસાવાની ધમકી પણ આપી

ભિલોડાના રીંટોડાના શખ્સને ભિલોડા -2 ના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટે રસ્તામાં રોકી તમારું લાઇટબિલ બાકી છે કહી બાઇકની ચાવી કાઢી લઇ અપશબ્દો બોલતી શખ્સની પત્ની પર હુમલો કર્યો હતો અને એટ્રોસિટીમાં ફસાવાની ધમકી આપતાં ઘટતી તપાસ કરવા શખ્સે રાજ્યકક્ષાના મંત્રી અને યુજીવીસીએલ વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર સાહિતને લેખિત રજૂઆત કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ભિલોડાના રીંટોડાના રસીકભાઈ જીવરાજભાઈ ઓડના પિતાના વીજ કનેક્શન છે. અરજદારે તમામ વીજ બિલ સમયસર ભરી દીધા છે. રસીકભાઇ અને તેમના પત્ની 2 વર્ષના સંતાન સાથે બાઇક પર સામાજિક પ્રસંગે જતા હતા ત્યારે વીજકંપની ભિલોડા -2 ના ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ કેતનભાઈ ગોવિંદલાલ પરમારે રસ્તા વચ્ચે બાઈક રોકી તારા આગળની લાઈટ બિલની રકમ બાકી છે કહી તારું મીટર કાપી લઈ જઈશું અને કાયમ હેરાન કરીશું તારા બાપાને કહેજે કે તમને નહીં છોડીએ. દરમિયાન બાઈકમાંથી ચાવી કાઢી લઇ અપશબ્દો બોલી પત્ની પર ઉપર હુમલો કરી એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

રસીકભાઇએ પોતાનું વીજબિલ ભરવા છતાં અને વીજબિલની ઓફિસે જઈ તપાસ કરાવતાં કોઈ બિલ બાકી રહેતું નથી તેમ જણાવાયું હતું. આ માટે અરજદાર રસિકભાઈએ રાજ્યકક્ષાના મંત્રી અને યુજીવીસીએલ વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર સાહિતને લેખિત રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી અને યોગ્ય તપાસ નહીં થાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો