ગુનો:વન વિભાગના કર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરતા માતા-પુત્ર સામે ગુનો

ભિલોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મી ભિલોડાના વાંસળી ગામે જંગલ વિસ્તારમાં દબાણ હટાવવા ગયા હતા

ભિલોડા તાલુકાના વાંસળી ગામમાં આવેલ જંગલ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલા ફોરેસ્ટર અને સ્ટાફને ધારિયું અને કુહાડી લઈ આવીને અપશબ્દો બોલી જેસીબી આગળ સુઈ જઈને વન કર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા માતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાઈ હતી.

ભિલોડા તાલુકાના વાંસળી ગામની સીમમાં આવેલા જંગલ સર્વે નંબર 131 વિસ્તારમા આવેલ જમીનમાં ગેરકાયદેસર રીતે કરેલા દબાણને દૂર કરવા માટે ભિલોડા ફોરેસ્ટર ભિખાજી ભેમાજી પુજારા 13 સપ્ટેમ્બરના રોજ ભિલોડા રેન્જ સ્ટાફ સાથે જેસીબી સાથે ભિલોડાના વાંસળી ગામે ગેરકાયદેસર રીતે દબાણ કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવાની કામગીરી કરતાં હતા ત્યારે સાંજના 6 વાગે બોડાત વિમલકુમાર રમણભાઈ અને તેમની માતા શારદાબેન રમણભાઈ બોડાત ધારિયું અને કુહાડી લઈને આવી ફોરેસ્ટર ભીખાજી અને સ્ટાફને અપશબ્દો બોલી જેસીબી આગળ સુઈ ગયા હતા અને દબાણની કામગરી દખલ કરતા ફોરેસ્ટર ભીખાજીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...