મૃત્યુ:ભિલોડાના બુઢેલી ગામમાં બપોરે રમતાં-રમતાં બાળક કારમાં પૂરાઇ ગયો ગૂંગળાઈ જતાં મોત

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં ગયા બાદ દરવાજો બંધ થતાં કઇ રીતે ખોલવો ખબર જ ન પડી
  • પરિવારજનો કૌટુંબિક ભાઇના ઘરે બેસવા ગયા હતા, પરત આવતાં બાળક જોવા ન મળતાં તપાસ કરતાં કારમાંથી બેભાન હાલતમાં મળ્યો

ભિલોડાના બુઢેલીમાં પંચાલ પરિવારનો બે વર્ષિય બાળક બુધવારે રમતાં-રમતાં ઘર આગળ પડેલી કારમાં ભરબપોરે પૂરાઈ જતાં ગૂંગળાઈ જવાથી મોતને ભેટતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનો સામે કૌટુંબિક ભાઈના ઘરે બેસવા ગયો હતો. પરત આવતા ઘરમાં રહેલ 2 વર્ષિય બાળક જોવા ન મળતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં બાળક કારમાં બેભાન હાલતમાં જોવા મળતાં જ બાળકને બેભાન હાલતમાં ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતુ. 

બુઢેલીમાં રહેતા અને સુથારીકામ કરી જીવન નિર્વાહ ચલાવતા પ્રકાશભાઈ પંચાલનો 2 વર્ષીય વેદ બુધવાર બપોરે ઘર બહાર રમતાં રમતાં ઘર આગળ પડેલી અલ્ટો કારમાં જતો રહ્યો હતો. કારનો દરવાજો બંધ થઇ જતાં દરવાજો કઈ રીતે ખોલવો તેની ખબર ન પડતાં તે કારની અંદર જ પૂરાઈ ગયો હતો અને કોઈ તેને મદદ કરે તે પહેલા જ બપોરની આકરી ગરમીમાં ગૂંગળાઈ જવાના કારણે મોત થયું હતું. ઘર આગળ રમતો વેદ ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં વેદ કારમાંથી બેભાન હાલતમાં મળતાં કારમાંથી બહાર કાઢી તાત્કાલિક કોટેજ હોસ્પિટલમાં લઈ જવાતાં તેને તપાસીને ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...