કાર્યવાહી:ભિલોડાના ડોડીસરનો બુટલેગર જેલના સળિયા પાછળ ધકેલાયો, રેડ દરમિયાન સુકો ડુન્ડ મળી ન આવ્યો ન હતો

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જીલ્લાના શામળાજી, ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ ઠાલવી કટિંગ કરી રાજ્યના બુટલેગરોને વિવિધ વાહન મારફતે વિદેશી દારૂ પહોંચાડતો અને પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવા માટે પકડાયેલા માથાભારે બુટલેગર સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડના ડોડીસરના રહેઠાણ સ્થળે  15મેના રોજ ડીવાયએસપી ભરત બાસિયા અને ભિલોડા પીએસઆઈ સહિતે જીલ્લા પોલીસે રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડ રેડ દરમિયાન ન મળતાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.કુખ્યાત બુટલેગર સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડને ભિલોડા પોલીસે ડોડીસરા ગામની સીમમાંથી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.ઉલ્લેખનીય છે ક. 15 મેના રોજ ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂતને બાતમી આધારે બુટલેગરના ઘરે રેડ કરી  ડીવાયએસપી ભરત બાસિયા અને જીલ્લા પોલીસે રૂ.7.34 લાખના દારૂ સાથે રૂ.18.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રેડ દરમિયાન સુકો ડુન્ડ મળી ન આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...