ક્રાઇમ:ભિલોડાના નવા વસવાટમાં ઝઘડતા ટોળાને વિખેરવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

મઉ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે સગીર સહિત 13 હુમલાખોરોને પકડી લઇ આગળની કાર્યવાહી કરી હતી. - Divya Bhaskar
પોલીસે બે સગીર સહિત 13 હુમલાખોરોને પકડી લઇ આગળની કાર્યવાહી કરી હતી.
  • પથ્થરમારામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ, પોલીસની ગાડીના કાચ પણ ફોડી નાખ્યા
  • બે સગીર સહિત 13 હુમલાખોરોને પકડ્યા, 9 સામે નામજોગ અને 15ના ટોળાં સામે ફરિયાદ

રવિવાર રાત્રે ભિલોડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નવા વસવાટ વિસ્તારમાં પહોંચતા ત્યાં ટોળે વળી સ્થાનિકો બબાલ કરતાં પોલીસે ટોળાને સમજાવવા જતાં ઝઘડો કરતાં સ્થાનિકો અને યુવકો એક સમ્પ થઇ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરતાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસની ગાડીના કાચ પણ ફોડી નાખ્યા હતા.

પોલીસકર્મીઓ પર હુમલો થતાં ભિલોડા પોલીસ મોટા કાફલા સાથે પહોંચી ટોળાને વિખેરી ઈજાગ્રસ્ત પોલીસને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. દરમિયાન પોલીસે બે સગીર સહિત 13 હુમલાખોરોને પકડી લઇ 9 ની સામે નામ જોગ અને 15 ના ટોળાં સામે રાયોટિંગ સહિતની ફરિયાદ નોંધી હતી.

ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મચારી
ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મચારી

ભિલોડા પોલીસ રવિવારે રાત્રે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવા વસવાટ વિસ્તારમાં કેટલાક યુવાનો ટોળેવળી બોલાચાલી કરતાં હોવાથી પોલીસે મહામારીના પગલે ટોળાને ઘરે જતા રહેવાનું કહેતા ટોળું પોલીસ સામે ઉશ્કેરાઈ જઈ પથ્થરમારો કરતાં પોલીસ કર્મીઓ જીવ બચાવવા વાહનોમાં ભરાઈ ગયા હતા. જેમાં પોલીસકર્મી હરેશભાઇ કાનભાઈ ભગોરા, ભિલોડા પોલીસ સ્ટેશનને ગંભીર ઇજાઓ થઇ હતી.

પથ્થરમારાના પગલે ખાનગી કાર અને પોલીસ જીપના કાચ તૂટી ગયા હતા. પીઆઇ મનીષ વસાવા અને પીએસઆઈ માધુરી ગઢવી પોલીસ કાફલા સાથે પહોંચી ટોળાને વિખેરી નાખ્યો હતો.ભિલોડા નવા વસવાટમાં ટોળાએ પોલીસ પર હુમલો કરવા પૂર્વ તૈયારીઓ કરી હોવાની સાથે મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઇ પોલીસ સ્ટેશનમાં પણ ભારે હોબાળો મચાવી પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

ગાડીના કાચ ફોડી નાખ્યા
ગાડીના કાચ ફોડી નાખ્યા

પકડાયેલા હુમલાખોરો
1.સગીર, 2.વંદન બેચરભાઈ કોટવાલ, 3. જીગર સવજીભાઈ બામણીયા, 4. જીગર બેચરભાઈ પરમાર, 5.વિષ્ણુ ધુળાભાઈ બામણીયા, 6. જીગર કાળુભાઇ બામણીયા, 7. બંટી ચંદુભાઈ તરાર, 8.સંજય રમેશકુમાર પરમાર, 9. ભાવેશ રમણભાઈ બારીયા, 10. સગીર, 11. હરેશ વિનોદભાઈ પટેલ, 12. જગદીશ સોનાભાઇ બારીયા, 13. ભરત ભાવજીભાઈ મકવાણા

ફરાર થયેલા હુમલાખોરો
1. પિયુષ રમેશભાઈ બામણીયા, 2. દેવલ રમેશભાઈ ખાંટ, 3. વિનોદ પાંડોર, 4. મનીષ બાબુભાઇ બામણીયા, 5. મહેશ કેશભાઈ તરાર, 6. ગૌતમ ભરતભાઈ મકવાણા, 7. કૌશીક નાથાભાઈ તરાર, 8. અશ્વીન ડાહ્યાભાઈ મકવાણા, 9. ભાનુબેન શૈલેષભાઈ તરાર, તેમજ 15 મહિલા અને પુરુષોનું ટોળું

અન્ય સમાચારો પણ છે...