દુર્ઘટના:ભિલોડાના બુઢેલીમાં 2 વર્ષના બાળકનું મોત, રમતા-રમતા કારમાં લોક થઈ જતા શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2 વર્ષીય બાળક વેદપ્રકાશ પંચાલનું ગાડીમાં ગૂંગળાઈ જવાથી મોત થયું - Divya Bhaskar
2 વર્ષીય બાળક વેદપ્રકાશ પંચાલનું ગાડીમાં ગૂંગળાઈ જવાથી મોત થયું

ભિલોડાના બુઢેલી ગામે રહેતા અને સુથારીકામ કરી જીવન નિર્વાહ ચલાવતા પ્રકાશભાઈ પંચાલનો ૨ વર્ષીય વેદ નામનો પુત્ર બુધવારે બપોરે ઘર બહાર રમતા રમતા ઘર આગળ પડેલી અલ્ટો કારમાં જતો રહ્યો  હતો કારનો દરવાજો બંધ થઇ જતા દરવાજો કઈ રીતે ખોલવો તેની ખબર ન પડતાં તે ગાડીની અંદર જ પૂરાઈ ગયો હતો, અને કોઈ તેને મદદ કરે તે પહેલા જ બપોરની આકરી ગરમીમાં ગૂંગળાઈ જવાના કારણે તેનું કરુણ મોત થયું હતું. ઘર આગળ રમતો વેદ ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથધરાતા વેદ કારમાંથી બેભાન હાલતમાં મળી આવતા વેદને  કારમાંથી બહાર કાઢી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેને તપાસીને ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક ૨ વર્ષીય પુત્ર વેદના મોતથી તેના માતા-પિતા પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો વ્હાલસોયા દીકરાનું મોત થતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું બે વર્ષીય બાળકનું કારમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા સમગ્ર પંથક અને પંચાલ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

(અહેવાલ અને માહિતીઃ કૌશિક સોની, ભિલોડા)

અન્ય સમાચારો પણ છે...