તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બાયડના સાઠંબા પાસે કાર પલ્ટી ખાતાં મહિલાનું મોત, ત્રણ ઘાયલ; નીલગાય આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

બાયડ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બાયડથી સાઠંબા તરફ જતી કારે આનંદપુરા પાસે અચાનક નીલગાય આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટીઓ મારી ગટરમાં ખાબકતા કારમાં સવાર મહિલાનું સારવારમાં મોત થયું હતું. ત્રણ જણાને ઇજાઓ પહોંચી હતી.

વાલાની મુવાડી તા. બાયડના વિક્રમભાઈ બાબુભાઈ ઝાલા મંગળવારે બાયડથી સાઠંબા તરફ જતા હતા ત્યારે તે આનંદપુરા નજીક અચાનક નીલગાય આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઇ રોડ સાઈડની ખાબકી હતી. કારમાં સવાર તારાબેન, દેવરાજ, આદિત્ય અને રાધાબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે 108 દ્વારા સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં રાધાબેન (35)નું મોત થયુ હતુ઼. અકસ્માતની જાણ થતાં સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો