તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ ઓડિયો-ક્લિપ:સાબરકાંઠા-અરવલ્લીના BJP સાંસદ દીપસિંહે જ સ્વીકાર્યું કે ગામડાંમાં હજુ વિકાસ પહોંચ્યો નથી, કહ્યું - ‘વેન્ટિલેટર ચલાવનાર જ નથી તો મૂકીને શું કરીએ?’

બાયડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંસદ દીપસિંહ. - Divya Bhaskar
સાંસદ દીપસિંહ.
  • સાંસદ અને ભિલોડાના રહીશ વચ્ચે થયેલી વાતચીતની વાઇરલ ઓડિયો-ક્લિપ

અરવલ્લીના ભિલોડાની હોસ્પિટલમાં વેન્ટિલેટર જેવી સુવિધા કેમ નથી એવી રજૂઆત ભિલોડાના રહીશે સાંસદ દીપસિંહ રાઠોડને કરતાં તેમણે નિખાસલતાથી કબૂલ્યું હતું કે ઈડરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર છે, પણ એને ચલાવનાર નિષ્ણાત નથી તો ગામડાંમાં મૂકીને શું કરીએ. આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. સાંસદે કહ્યું હતું કે આ સરકારનું કામ છે, હું શું કરું, રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સંસદસભ્ય દીપસિંહ રાઠોડને ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકારના વિરોધમાં હું નથી. ઓડિયોમાં કોઈ વાતચીત હોય તો હું જાણતો નથી. સ્વાભાવિકપણે વાત કરી હોય તો એને વધારી હોય અને કોઈએ કંઈ હોય તો હું જાણતો નથી.

રહીશ અને સાંસદ વચ્ચેની શબ્દસઃ વાતચીત

રહીશ : હલો..હલો.. નમસ્કાર સાહેબ,

સાંસદ : નમસ્કાર

રહીશ : ભિલોડાથી બોલું..

સાંસદ : હ...?

રહીશ : ભિલોડાથી બોલું.. આપડા મત વિસ્તારમાંથી...

સાંસદ : હા, બોલો

રહીશ : ભિલોડામાં અત્યારે હાલમાં અમારા દાદાજી બીમાર પડ્યા છે અને તેમને વેન્ટિલેટરની જરૂર છે પણ હોસ્પિટલમાં એની વ્યવસ્થા નથી.

સાંસદ : વેન્ટિલેટર ચલાવનાર કારીગર ના હોય તો જ એના પ્રોબ્લેમ હોય..

રહીશ : શું થયું ?

સાંસદ : વેન્ટિલેટર ચલાવનાર ફિઝિશિયન નથી હોતા.

રહીશ : અચ્છા, એના માટે શું થાય ? તકલીફ શું છે ત્યાં

સાંસદ : કંઈ નહિ, ફિઝિશિયન સરકાર મૂકી શકે એવી પરિસ્થિતિ પણ નથી, એટલે તો સિવિલ હોસ્પિટલ હિંમતનગર છે

રહીશ : હવે છેક વિજયનગર ગામડામાંથી અમે આવીએ છીએ બરાબર, તો હવે છેક હિંમતનગર સુધી લાંબું થવું પડે ને.

સાંસદ : હા, હવે કંઇક તો તકલીફ, એનો તો કોઇ રસ્તો નથી.

રહીશ : એટલા માટે જ ને આપણે ભિલોડા સુધી કંઇ વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી, એનો મતલબ તો..

સાંસદ : હા, તો સાચી વાત છે.

રહીશ : તમારું શું કહેવું છે, તમારી હજુ સુધી માગ નહીં કરી સાબરકાંઠા-અરવલ્લી માટે કે શું ?

સાંસદ : શું માગ નથી કરી ?

રહીશ : સાબરકાંઠા- અરવલ્લી માટે આવી કંઇ માગણી નથી કરી તમે વેન્ટિલેટર માટે.. ?

સાંસદ : બધી કરી છે, ચર્ચા પણ કરી છે, સરકાર જોડે પણ ચર્ચા કરી છે. વેન્ટિલેટર ઇડરમાં છે, ચલાવનાર નથી, અત્યારે વેન્ટિલેટર પડ્યું છે.

રહીશ : તો એના માટે ભરતી કરાવોને પણ.

સાંસદ : એ..તો સરકાર કરશે ને મળવા જોઇએ ને ડોકટરો ?

રહીશ : સરકાર ક્યારે કરશે? લોકો મરી જશે ત્યારે કરશે ?

સાંસદ જ્યારે કરે ત્યારે, એ મારો વિષય નથી, સરકારનો વિષય છે.

રહીશ : તમે..તમે આ મત વિસ્તારના ....

સાંસદ : મેં રજૂઆત કરી છે, તમારે જે કહેવું હોય એ કહો મેં રજૂઆત કરી છે. મેં લેખિતમાં રજૂઆત કરી છે. રૂબરૂમાં ચર્ચા પણ કરી છે.

રહીશ : અચ્છા વિજય રૂપાણી સાથે કરી કે નીતિનભાઇ સાથે કરી..

અન્ય સમાચારો પણ છે...