અકસ્માત:બાયડના અલ્વાકંપા પાસે આઇસરની ટક્કરે બે બાઇકસવાર યુવકોનાં મોત

બાયડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાની બંને યુવકો અમદાવાદ હોટલમાં મજૂરી અર્થે જતા હતા

બાયડના અલવાકંપા પાસે રવિવાર રાત્રે ઉદેપુરના બોડામલીના બે યુવકો બાઇક પર અમદાવાદ હોટલમાં મજૂરી અર્થે જતા હતા. તે દરમિયાન આઇસરના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બાયડના અલવાકંપા પાસે રવિવારે રાત્રે આઇસર નં. HR55W1315 તથા બાઇક નંબર RJ 12 SV 9808 અકસ્માત થતાં ઘટનાસ્થળ ઉપર બાઈક ચાલક કલ્પેશભાઈ અર્જુનભાઈ પરમાર (25) તથા પાછળ બેઠેલ ભગવાનભાઈ સવજીભાઈ ઢોલી (20) બંને રહે. બોડામલી તા. સીમલવાડા જિ. ડુંગરપુરનું ઘટનાસ્થળે મોત નિપજાવી આઈસર ચાલક આઇસર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બંને પોતાના વતનથી અમદાવાદ હોટલમાં મજૂરી અર્થે નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...