કાર્યવાહી:બાયડમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં બે ઝડપાયા

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાતની મેચ પર સટ્ટો રમતા હતા
  • કાર અને મોબાઈલ સહિત~ 20.40 લાખનો મુદ્દામાલ જપ્ત

બાયડમાં રવિવાર મોડી સાંજના સુમારે પોલીસને બાતમી મળતા આઇપીએલની ક્રિકેટ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ મેચ પર સટ્ટો રમતા બે વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર અને મોબાઇલ સહિત કુલ 20.40 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો.

બાયડ પોલીસને બાતમી મળતાં ચેન્નઈ સુપર કિંગ તથા ગુજરાત ટાઇટન્સ મેચ માં વાત્રક રોડ ઉપર આવેલ એક દુકાનમાં વડોદરાના નિઝામપુરાના સંતોષી નગરમાં રહેતા જયેશકુમાર ઠક્કર તથા વાઘોડિયા રોડ ઉપર હેવન ફ્લેટમાં રહેતા સચીનભાઈ શાહની બાયડ પોલીસે બાતમીના આધારે છાપો મારી ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે 4 મોબાઇલ 19200 રોકડા તથા GJ 12 fa 1161 નંબરની કાર મળી કુલ 20.40 લાખનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...