તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:રહીશો જાગી જતાં બાયડની શ્રીધર સોસાયટીમાં ચોરી કરતાં ચોરો નાઠાં

બાયડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશો અને ચોરો વચ્ચે ધમાચકડીમાં ચોરો ફાવી જતાં ભાગી ગયા

ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે પોલીસ નામ માત્ર જ રહી હોય તેમ લોકોને લાગી રહ્યું છે. બાયડની શ્રીધર સોસાયટીમાં ચોરો ચોરી કરવા આવતાં દરમિયાના રહીશો જાગી જતાં ચોરો ભાગી ગયા હતા. છેલ્લા એક સપ્તાહમાં બાયડની સ્વામીનારાયણ સોસાયટી પ્રાથમિક શાળા તથા શ્રીનાથજી પાર્ક સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી હતી.

ત્યારે સોમવાર મોડી રાત્રીના સમય દરમિયાન ત્રણ જેટલા તસ્કરોએ શ્રીધર સોસાયટીમાં ચોરી કરવાના આશયથી બંધ મકાનોમાં પ્રવેશ કરતાં પહેલા હોમગાર્ડ જાગી ગયા બાદ હોમગાર્ડના જવાનોએ સોસાયટીના રહીશોને જગાડતાં તસ્કરો તથા રહીશો વચ્ચે રીતસર દોડપકડ શરૂ થઈ હતી. સોસાયટીમાં ધમાલ થતાંની વાત પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. ત્યારે તસ્કરો અને રહીશો વચ્ચે થયેલી ધમાચકડીમાં ભારે હોબાળો મચ્યો હતો.બૂમાબૂમ થવાને લઇ તસ્કરો પલાયન થઈ ગયા હતા ત્યારે પોલીસ શહેરમાં પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...