માગણી:બાયડ મામલતદાર કચેરીમાં દલાલો અને વચેટિયાઓ સિવાય કોઈ કામ થતાં નથી

બાયડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર તથા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવાય તેવી માંગ ઊઠી

બાયડ મામલતદાર કચેરીમાં જાણે કે દલાલો માટે સેન્ટર બની ગઈ હોય તેમ બહાર આવ્યું છે. કેમ કે કોઈ પણ કામ કરવા માટે દલાલો કે વચેટીયાઓ સિવાય થતું નથી. બાયડ શહેરમાં કચરીને લઈ ચાલતી ચર્ચા મુજબ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની હોય તેમ બહાર આવ્યું છે

કચેરીમાં જમીનનું કામ હોય કે કોઈ પણ પ્રકારનું કચેરીને લગતું કામ હોય તો દરવાજાની બહાર ઊભેલા દલાલોને જ મળવું પડતું હોય છે. દલાલો મન ફાવે તેમ ગરીબ લોકો પાસેથી રૂપિયા ખંખેરી લે છે. ભૂતકાળમાં મામલતદાર કચેરીના કેટલાક લોકો એસીબીના છટકામાં આવી પણ ગયા છે ત્યારે માંડ માંડ પોતાનું પેટીયું રળતા ગરીબ લોકો આવા દલાલોથી લૂંટાઈ રહ્યા છે થોડાક દિવસો પહેલા જ બે દલાલોએ કોઈ કામને લઇ મારામારી કરતાં મામલો ચર્ચાને ચગડોળે ચડ્યો હતો. આ મામલે જિલ્લા કલેકટર તથા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવે તેવી માગણી તાલુકા ભરમાંથી ઉઠવા પામી છે.

મોડી સાંજે કેટલાક અધિકારીઓ ભાગ બટાઈ કરતા હોવાની ચર્ચા
દલાલો એક બાજુ ગરીબો પાસેથી રૂપિયા ખંખેરી અને કામ કરાવી આપે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે બીજીબાજુ આ દલાલો મોડી સાંજે એક નજીકમાં આવેલી કીટલી ઉપર આવી કેટલાક અધિકારીઓ ને ભાગ બટાઈ આપતા હોવાની તાલુકા ભરમાંથી ચર્ચા ઊભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...