તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:સાઠંબાની હાઈસ્કૂલમાંથી 8 પંખાની ચોરી થતાં ચકચાર

બાયડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ

બાયડના સાઠંબામાં હાઈસ્કૂલમાં એક સાથે 8 પંખાઓની ચોરી થતાં શાળાના આચાર્યે સાઠંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.સાઠંબા હાઈસ્કૂલમાં ગુરૂવારે હાઈસ્કૂલમાંથી અંદાજે 8 પંખાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી. ચોરોની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સાઠંબા ગામે ચોરીના બનાવોને લઈ પોલીસ સામે વેપારી આલમ પણ રોષે ભરાયો છે. ચોરી ના બનાવો ને લઇ હવે ગામમાં તો પોલીસનો ડર ચોરોને બિલકુલ રહ્યો જ નથી કોરોના કાળમાં થોડોક ટાઈમ ચોરીઓ ગામમાં અટકી ગઈ હતી કોરોના ના કેસો ઓછા થતાં જ ચોરીની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે શાળાના આચાર્ય વિપુલભાઇ પટેલે સાઠંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...