નુકસાન:બાયડ અને ભિલોડા માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો

બાયડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માવઠાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો - Divya Bhaskar
માવઠાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો
  • અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી રવિપાકને નુકસાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતાં હવામાન ખાતાએ વરસાદની કરેલ આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં રાત્રે વરસાદ પડતાં રવિ સીઝનના પાકને નુકસાન થયું છે. ભિલોડામાં મગફળી નો જથ્થો ખુલ્લામાં હોવાથી મોટાભાગનો મગફળીનો જથ્થો પલળી ગયો હતો.તેમજ મગફળી વેચવા આવેલા ખેડૂતો પણ તૈયારી વગર આવેલા હોવાથી વાહનોમાં ભરેલો મગફળીનો જથ્થો પલળી ગયો હતો.બાયડના વાત્રક પાસે સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીના કટ્ટા પલળી ગયા હતા. મામલતદાર તેમજ પુરવઠાની ટીમે ગોડાઉનની મુલાકાત લઈ કટ્ટા વધારેના પલળે તે માટે સલામત જગ્યાએ ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...