દબાણ દૂર:બાયડના ગાબટમાં ગૌચરમાંથી 7 વીઘામાંથી દબાણ દૂર કરાયું

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌચરમાંથી દબાણો દૂર કરાયા હતા. - Divya Bhaskar
ગૌચરમાંથી દબાણો દૂર કરાયા હતા.
  • કેટલાક શખ્સોએ ગૌચરમાં પશુઓને ખવડાવવા વાવેતર કર્યુ હતું

બાયડ તાલુકાના ગાબટમાં આવેલા ગૌચરમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે ખેતી કરી અને પશુઓને ખવડાવવામાં આવતાં ઘાસચારોનું વાવેતર કરી દબાણ કરતાં વર્ષો બાદ શુક્રવારના રોજ આ દબાણને દૂર કરાયું હતું.ગાબટમાં નવા સરવે નંબર 775 માં કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે ખેતી કરી દીધી હતી. વર્ષોથી ચાલતી આ ખેતીને લઈ વિવાદ ઉભો થયો હતો.

આ પ્રકરણને લઈ ઉચ્ચ કક્ષાએ વારંવાર ફરિયાદો પણ થઈ હતી. ત્યારે શુક્રવારના રોજ બાયડ મામલતદાર, સાઠંબા પોલીસ, બાયડ તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા અંદાજે 7 વીઘા જેટલા ગૌચરમાં જેસીબી મશીનથી આ દબાણને દૂર કર્યું હતું. દબાણ દૂર કરવામાં આવતા જ વાતાવરણ ગરમાયું હતું. તંત્ર દ્વારા પશુઓને ખવડાવવામાં આવતા ઘાસચારા જે ખાનગી સમયે કર્યા હતા તેને દૂર કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...