તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલચલ:અરવલ્લીમાં એમઆઇએસ રોગનો સૌ પ્રથમ દર્દી મળ્યો, યુવકને વાત્રક હોસ્પિટલમાં સારવાર અપાઇ

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં સૌપ્રથમવાર મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ એટલે કે એમઆઈએસ નો પ્રથમ કેસ બાયડમાંથી બહાર આવતા હલચલ મચી છે. 25 વર્ષીય યુવકને બાયડની વાત્રક હોસ્પિટલમાં દાખલ કરતાં તાજેતરમાં રજા આપવામાં આવી હતી. આ અંગે વધુ વિગત આપતા બાયડના ડો. મેહુલભાઈ તથા ડો.દર્શનભાઈ પટેલે જણાવ્યું કે બાયડમાં પ્રથમ વારમલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ એમઆઈએસ નો કેસ બહાર આવ્યો છે.

જે 25 વર્ષનો યુવાન છે તેને થોડા દિવસ પહેલા બાયડની વાત્રક હોસ્પિટલમાં આ કેસના સંદર્ભે દાખલ કરાયો હતો. જેને તાજેતરમાં રજા પણ આપવામાં આવી છે. તબીબે વધુમાં જણાવ્યું કે આ રોગમાં કિડની મગજ તથા હૃદય ઉપર સોજા આવતા જાય છે. યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ આ બાબતે સર્વે કરાવે તેવી માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...