તસ્કરી:ભિલોડાના બુઢેલીમાં દંપતી બહાર ગયું અને ચોરો 2.32 લાખની મત્તા ચોરી ગયા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચોરોએ ધોળા દહાડે મકાનના પાછળના દરવાજાનું લોક તોડી ચોરીને અંજામ આપ્યો

ભિલોડાના બુઢેલીમાં ધોળે દહાડે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી ને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા 2.32 લાખની મત્તાની ચોરીને અંજામ આપતાં ચકચાર મચી ગઇ હતી. પતિ પત્ની શનિવારે ટાકાટુકામાં દીકરીના ઘરે ચૈત્રી પૂનમના મહોત્સવમાં ગયા હતા તેનો મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરો મકાનના પાછળના ભાગે આવેલી લોખંડની જાળીના દરવાજાનું લોક તોડી ને ચોરીને અંજામ આપતાં ભિલોડા પોલીસને જાણ કરાઇ હતી.

ભિલોડા તાલુકાના બુઢેલીમાં રહેતા પરસોત્તમભાઈ લીલાભાઈ પંચાલ આજુબાજુના ગામડાઓમાં સુથારી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ શનિવારે તેમની ટાકાટુકા ખાતે રહેતી દીકરીના ઘરે ચૈત્રી પૂનમનો ઉત્સવ હોવાથી પતિ-પત્ની બંને મકાન બંધ કરીને પૂનમના ઉત્સવમાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવીને મકાનના પાછળના ભાગે જાળી વાળો દરવાજો તોડીને મકાનની અંદર પ્રવેશ કરી કબાટ માં રાખેલા સોના ચાંદીના ઘરેણા રૂ.162140 ની કિંમતના તેમજ રોકડ રૂ. 70,000 સહિત કુલ રૂ.232140 ની મત્તાની ચોરીને અંજામ આપીને તસ્કરો છુ થઈ ગયા હતા.

ઘરેથી શનિવારે 11:00 નીકળેલું દંપતી સાંજે 4:00 વાગે પરત આવતા મકાનમાં દરવાજો ખોલી ને જોતા ઘરવખરી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રફેદફે દેખાતા મકાનમાં ચોરી થઇ હોવાનો અહેસાસ થતાં પરસોતમભાઈ પંચાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...