તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભમરાં ત્રાટક્યા:બાયડમાં વટ સાવિત્રીની પૂજા કરતી 10 મહિલાઓને ભમરાંએ ડંખ માર્યા

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવન કરતાં ધુમાડો પીપળાના વૃક્ષ પર જતાં ભમરાં ત્રાટક્યા

બાયડમાં ગુરૂવારના રોજ વટ સાવિત્રીના વ્રત નિમિત્તે બાયડ હાઇસ્કૂલ આગળ મહિલાઓએ વ્રતની પૂજા કરવા માટે હવન કરતાં ધુમાડાના ગોટેગોટાં નીકળતાં ઝાડ ઉપર ભમરાં તરફ જતાં ઉડતાં ભમરાઓએ 10 મહિલાને ડંખ મારતાં વ્રત કરતી મહિલાઓમાં નાસભાગ મચી ગઇ હતી. મહિલાઓને સારવારમાં ખસેડાઇ હતી.

બાયડમાં ગુરૂવારે સવારના સુમારે શહેરની મહિલાઓ બાયડ હાઇસ્કૂલ આગળ વ્રતની પૂજન માટે આવી હતી. પૂજા શરૂ થયાની થોડીવાર પછી હવન શરૂ કરતાં જ ધુમાડાના ગોટેગોટા પીપળાના વૃક્ષ તરફ જતાં વૃક્ષ ઉપર બેઠેલા ભમરાનું ઝૂંડ અચાનક જ મહિલાઓ પર તૂટી પડતાં 10 જેટલી મહિલાઓને ડંખ માર્યા હતા ભમરાના આ હુમલાને લઇ મહિલાઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આ બનાવ બનતાં જ સમગ્ર હાઇસ્કૂલનો માર્ગ સુમસામ બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...