રજૂઆત:પશુ દવાખાનાનું ખાનગીકરણ અટકાવવા ધારાસભ્યને રજૂઆત, અરવલ્લીના પશુચિકિત્સકો દ્વારા આવેદન

બાયડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજનાનું ખાનગીકરણ અટકાવવા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને અરવલ્લી જિલ્લાના પશુચિકિત્સકો દ્વારા રજૂઆત કરી હતી. જેમાં દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના તારીખ 01-06-2020  થી GVK EMRI પ્રાઈવેટ કંપનીમાં અમલીકરણ થનાર હોઈ દુર્ભાગ્ય નિર્ણય સામે પશુ ચિકિત્સકોમાં રોષ ફેલાયો છે.  જેનો સમગ્ર ગુજરાતમાં પશુ ચિકિત્સકો દ્વારા સરકારની દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના યોજનાનું ખાનગીકરણ સામે ઉગ્ર જિલ્લાના પશુચિકિત્સકોએ વિરોધ દર્શાવ્યો હતો.  આ મામલે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે સરકાર દ્વારા કરાયેલ આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આ મામલે જરૂરથી સરકારમાં રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...