રજૂઆત:સિંચાઇ અધિક્ષક ઇજનેરના વિરુદ્ધમાં અરવલ્લીના સરપંચોની CMને રજૂઆત

બાયડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈ અધિક્ષક ઈજનેરે સરપંચ વિરુદ્ધ બેફામ નિવેદનો આપ્યુ હતું

અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર કોટવાલે સરપંચ વિરુદ્ધ બેફામ નિવેદનો આપતાં અરવલ્લી જિલ્લાના કેટલાક સરપંચો એકત્ર થઈ ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર સિંચાઈ સ્ટેટ વિભાગના અધિક્ષક ઈજનેર કોટવાલની કાર્યપ્રણાલી સામે ચારે તરફથી સરપંચ સમુદાયમાં વિરોધના વંટોળ ઉભા થયા છે. ગાંધીનગરમાં રજૂઆત કરવા ગયેલા સરપંચોએ જણાવ્યું કે સ્ટેટના અધિક્ષક ઈજનેરની કાર્યશૈલી કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય.

પૂર્વ મુખ્યમંત્રી તથા પૂર્વ પ્રભારી મંત્રી ની રજૂઆત ને પણ ધ્યાને ન લેનારા આ અધિકારી સામે સરપંચો ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રજૂઆત માટે પહોંચી અને કડક પગલાં ભરવા માટે માંગ ઉઠાવી છે. ત્યારે રિપેરીંગ ના કામો ના રૂપિયા તત્કાળ ચૂકવવા પણ રજૂઆત કરી હતી. તમામ સરપંચોએ કડક પગલાં નહિ ભરાય તો અગામી સમયમાં કાનૂની કાર્યવાહી પણ કરાશે તેમ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...