તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નો દેખાડો ફોક:બાયડ તા.પં.માં એકતરફ કડક વહીવટની વાત અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરોનો અડીંગો

બાયડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભૂતકાળમાં ટીડીઓએ કોન્ટ્રાક્ટરોએ તા.પં. કચેરીમાં બેસવું નહીંના બોર્ડ લગાવ્યા હતા

બાયડ તાલુકા પંચાયતમાં એક તરફ પ્રમુખે ચાર્જ સંભાળતા જ કડક હાથે વહીવટ શરૂ કર્યુ છે. ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોનો પગ પેસારો તાલુકા પંચાયતમાં વધી જતા સમગ્ર વહીવટ ને લઇ શંકા કુશંકા ઉભી થવા પામી છે

બાયડ તાલુકા પંચાયતમાં થોડાક સમય અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલીયા આવતા જ તાલુકામાં સપાટો બોલાવ્યો હતો. કાળા કામ કરવાવાળા તો તાલુકા પંચાયતનું પગથિયાં ચડવાનું પણ ભૂલી ગયા હતા ત્યારે ભૂતકાળના તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતમાં જ કોન્ટ્રાક્ટરો એ કચેરીમાં આવું નહીં અને ખોટી રીતે બેસી રહેવું નહીં તેવા બોર્ડ માર્યા હતા ત્યારે એ સમય પૂર્ણ થતાં હવે બાયડ તાલુકા પંચાયતમાં તો કોન્ટ્રાક્ટરનું રાજ આવી ગયો હોય તેમ કોન્ટ્રાક્ટરો ના ટોળેટોળા તાલુકા પંચાયતમાં જ અડીંગા જમાવી બેસી રહે છે. નવા આવેલા પ્રમુખ મંજુલાબા સોલંકીએ જણાવ્યું કે ખોટું તાલુકા પંચાયતમાં બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને જો કોઈ ખોટું કરતું હશે તો અમારી જાણમાં આવશે તો કડક હાથે પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો