તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદ:બાયડ તાલુકાની કેટલીક દૂધ મંડળીઓએ પશુ પાલકોને દૂધમાં ભાવવધારો અપાતાં આનંદ

બાયડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડ તાલુકાના રણેચીના પશુપાલકે 90 લાખ ઉપરાંતનું દૂધ ભરાવતાં સન્માન કરાયું
  • જાલમપુરા, નવીવાસણી મહિલા દૂધ મંડળી, બાયડ, ઉભરાણ, સાઠંબા, સરસોલી મંડળીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

બાયડ તાલુકાની કેટલીક દૂધમંડળીઓના સભાસદોએ (પશુપાલકો)એ દૂધ મંડળીમાં વધુ દૂધ ભરાવતાં અને સાબરડેરી દ્વારા 11.6 ટકા ભાવ વધારો આપતાં અને બાયડ તાલુકાની મંડળીઓનો વધારો મળી 20 % ઉપરાંતનો ભાવ વધારો આપતાં પશુપાલકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. રણેચી દૂધ મંડળીના પશુપાલકે સાબરડેરીમાં 90 લાખ ઉપરાંતનું દૂધ ભરાવતાં બહુમાન કરાયું હતું.

સાબરડેરી શીત કેન્દ્ર તથા મંડળીના સેક્રેટરી પાસેથી મળેલી વિગતો અનુસાર બાયડ તાલુકામાં રણેચીના ધર્મેન્દ્રભાઈ પટેલે સાબરડેરી હિંમતનગરમાં 90 લાખ ઉપરાંતનો દૂધ ભરાવતાં બહુમાન કરાયું હતું. બાયડ તાલુકાની દૂધ મંડળીઓમાંથી કેટલીક દૂધ મંડળીઓએ સાબર ડેરી દ્વારા અપાતો દૂધ વધારો તથા સ્થાનિક દૂધ મંડળીનો વધારો મળી 20 ટકા ઉપરાંત વધારો આપ્યો છે.

20 ટકા ઉપરાંત દૂધ વધારો આપતી દૂધ મંડળી
એકતરફ સાબર ડેરી દ્વારા મોટાભાગે ડેરીઓમાં અંદાજે 11. 60 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે. ત્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બાયડ તાલુકાની નવી વાસણી દૂધ મંડળી, ચોઈલા દૂધ મંડળી, ઉભરાણ દૂધ મંડળી, સાઠંબા દૂધ મંડળી દ્વારા 26 ટકા આસપાસ જેટલો માતબર દૂધ વધારો આપ્યો છે. જ્યારે જાલમપુરા દૂધ મંડળી 25 ટકા આસપાસ, સરસોલી દૂધ મંડળી 24 ટકા આસપાસ રેલકંપા દૂધ મંડળી તથા પીપોદરા દૂધ મંડળી 23 ટકા આસપાસ તેમજ બાયડ સ્ટેશન ખાતે આવેલ કામધેનું મહિલા દૂધ મંડળી 22 ટકા આસપાસ જેટલો અંદાજિત વધારો પશુપાલકોને ચૂકવી ઉત્કૃષ્ટ વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

પશુપાલકોને જરૂર ફાયદો થશે: સાબરડેરી ચેરમેન
આ અંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે સાબર ડેરીના પ્રયત્નો હર હંમેશ પશુપાલકોના હિત માટે જોડાયેલા છે સ્થાનિક દૂધ મંડળીઓ તથા સાબર ડેરી દ્વારા આપેલા આ વધારાથી પશુપાલકોને જરૂર ફાયદો થશે

અન્ય સમાચારો પણ છે...