તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કોરોનામાં ત્રણ હજાર દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરનાર બાયડના તબીબનું ગરીબોએ સન્માન કર્યું

બાયડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયડના તબીબે 3હજાર દર્દીઓની નિ:શુલ્ક સેવા કરી છે. - Divya Bhaskar
બાયડના તબીબે 3હજાર દર્દીઓની નિ:શુલ્ક સેવા કરી છે.
  • મફત ઇન્જેક્શન સહિતની સેવા કરનાર તબીબની આરતી ઉતરાઈ

બાયડના તબીબે કોરોનામાં 3000 થી પણ ઉપરાંત ગરીબ લોકોને મદદ કરતાં ગરીબોએ હોસ્પિટલમાં આવી તબીબની આરતી ઉતારી અને સન્માન પણ કર્યુ હતું.કોરોનાના કપરા સમયમાં બાયડની કેશવ હોસ્પિટલના ડો. દર્શનભાઈ પટેલે ડોક્ટર નહીં પરંતુ એક માનવતાની રીતે સાચાભાવે સેવા કરી હતી. ડો. દર્શનભાઈ પટેલ ના જણાવ્યા મુજબ કોરોનામાં તેમના પિતા સુરેશભાઇ કે જેઓ નિવૃત્ત શિક્ષક હતા તેઓએ તેમને બોલાવી અને જણાવ્યું કે મારી એક જ ઈચ્છા છે કે જે પણ ગરીબ હોસ્પિટલમાં આવે તેની આ સમયમાં નિ:શુલ્ક સેવા કરજે પિતાના આ વેણ ને મંત્ર બનાવી દર્શનભાઈ પટેલે હોસ્પિટલનો અડધા ઉપરાંતનો ભાગ ગરીબ દર્દીઓ માટે રિઝર્વ કરી દીધો હતો.

અંદાજે 3000 થી પણ ઉપરાંત ગરીબ દર્દીઓને મફત ઇન્જેક્શનો ઓક્સિજન જમવાની સુવિધા રહેવાની સુવિધા કરી આપી હતી. તેમની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 8000 જેટલા દર્દીઓને કોરોનાથી સારવાર આપી ચૂક્યા છે. ડો.દર્શન પટેલની આ સેવાને ધ્યાને રાખી સંખ્યાબંધ ગરીબ પરિવારો એક સાથે એકઠા થઇ તાજેતરમાં તેમનું આરતી ઉતારી અભિવાદન કર્યું હતું. જ્યારે કેટલાક ગરીબ પરિવારના તાજા જન્મેલા બાળકનું નામ દર્શન પાડી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...