મોડાસા શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં રવિવારે પીવાની પાઇપલાઇનમાં દુર્ગંધ મારતું દુષિત પાણી આવતાં રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં કોઈક જગ્યાએ ગટરનું પાણી ભળી ગયું હોવાના કારણે દુષિત પાણી આવી રહ્યું છે. આ અંગે મોડાસા પાલિકાના પાણીપુરવઠાના અધિકારીએ જણાવ્યું કે પાણીની પાઇપલાઇન અને ગટરલાઇનમાં તપાસ કરાશે.
મોડાસા શહેરના વોર્ડ -1 માં કુંભારવાડા વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારમાં રવિવારે પીવાની પાઇપલાઇનમાં અચાનક દુષિત પાણી આવતાં લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ હતી. પીવાની પાઇપલાઇનમાં દુર્ગંધ મારતું કાળુ પાણી આવતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. વોર્ડ નંબર 1 ના સ્થાનિક લોકોનું કહેવું છે કે નગર પાલિકાની પીવાની પાણીની પાઇપલાઇનમાં કોઈ જગ્યાએથી ગટરલાઈનનું પાણી ભર્યું હોવાના કારણે પીવાની પાઇપલાઇનમાં ગંદુ પાણી આવી રહ્યું હોવાથી રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા પીવાના પાણીની પાઇપ લાઇન ચેક કરવામાં આવે તેવી લોકોની માગણી ઉઠી છે.
આ અંગે મોડાસા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના દેવાંગભાઈ સોનીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે ઉપરોક્ત વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે તેના ભાગરૂપે તપાસ કરીને ગંદુ પાણી આવતું હશે તો પાણીની ગટરો તેમ જ ગટર લાઈનમાં પણ તપાસ હાથ કરવા જણાવ્યું હતું.
કોઇ રહીશનો શોષ ખાડો અથવા નીકનું ગંદુ પીવાની પાઇપલાઇનમાં ભળતું હશે તો કાર્યવાહી કરાશે
મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 1 વિસ્તારમાં પીવાનું દુષિત પાણી આવતાં આ વિસ્તારમાં સત્તાવાળાઓ દ્વારા ત્યાંથી પસાર થતી પાણીની નીકો તેમજ નળ કનેકશનો ની તપાસ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈ રહીશનો શોષ ખાડો અથવા ત્યાંથી પસાર થતી નીકનું ગંદુ પાણી પીવાની પાઇપલાઇનમાં ભળતું હશે તો તેની સામે મોડાસા નગરપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.