નિવેદન:હાથમાં લાકડી નહીં હવે કલમ પકડો: જેઠાભાઇ ભરવાડ

બાયડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડના ભરવાડના મુવાડામાં વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન

બાયડ તાલુકાના ભરવાડના મુવાડામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જેઠાભાઇ ભરવાડે હાથમાં લાકડી નહીં પણ કલમ પકડવાની વાત કરી હતી અને મહિલાઓને વધુ શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો.

ભરવાડના મુવાડામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો હતો. મહેમાનોનું સાલ અને મોમેન્ટોથી સ્વાગત કરાયુ હતું અને રાસ-ગરબાનું આયોજન પણ કરાયું હતું. જેઠાભાઈ ભરવાડના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહપરમારે પણ હાજરી આપી હતી. જેઠાભાઈ દ્વારા વિકાસના કામો માટે 2 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું કે લાકડી નહીં પણ કલમ પકડો આગળ વધો અને બહેનોને શિક્ષણમાં આગળ વધારો.

અન્ય સમાચારો પણ છે...