તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી:બાયડમાં ગામડે ગામડે ઊટવૈધોના દવાખાના, આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરાતી નહીં

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક ઊટવૈધો તો ડીગ્રી ન હોવા છતાં પણ બેફામ દવાખાના ખોલી એલોપેથી દવાઓ,બોટલો તથા ઇન્જેક્શન આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે

બાયડ તાલુકામાં કોરોના સમય બાદ ઊટવૈધોને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ઠેરઠેર દવાખાના ખોલી નાખી લોકોના જીવ સાથે રમતો રમતા હલચલ મચી ગઈ છે. આ અંગે મળેલી વિગતો અનુસાર બાયડ તાલુકો ગાંધીનગર ખેડા તથા મહીસાગર જિલ્લા ની સરહદોને અડીને આવેલો છે ત્યારે બાયડ તાલુકામાં સ્વભાવિક રીતે હોસ્પિટલોનું પ્રમાણ સૌથી વધુ છે ત્યારે બાયડ તાલુકાના અંતરિયાળ ગામોમાં હવે તો ઊટવૈધોના દવાખાના ચારે તરફથી ઉભરાવા માંડ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં ન લેવાતા સમજુ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કેટલાક ઊટવૈધો તો MBBSની ડિગ્રી ન હોવા છતાં પણ બેફામ દવાખાના ખોલી લોકોને એલોપેથી દવાઓ બોટલો તથા ઇન્જેક્શન આપતા બહાર આવ્યા છે લોકોના જીવ સાથે થતી આ રમત ને આરોગ્ય વિભાગ ધ્યાને લેતો જ નથી આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો ભોગ મોડાસા શહેર થોડા વર્ષો પહેલાં જ બન્યું છે.

હીપેટાઈટીસ બીની બીમારીથી અસંખ્ય લોકો મોતને ભેટી ગયા હતા છતાં પણ કોઇ નક્કર કાર્યવાહી થઈ નથી તેમ લોકોને લાગી રહ્યું છે બાયડ તાલુકો પણ આવી કોઈ ગંભીર બિમારીમાં સંકળાઈ જાય તેવી દહેશત ઊભી થવા પામી છે. બીજી તરફ આ મામલે બાયડ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું કે છેલ્લા 1 વર્ષમાં કોઈ લેખિત ફરિયાદ મળી નથી.આવશે તો જરૂર પગલાં ભરીશું

અન્ય સમાચારો પણ છે...