બાયડ બસ ડેપો દ્વારા તાજેતરમાં બાયડથી નખત્રાણા બસ શરૂ કરવામાં આવતા પંથકમાં આનંદ થયો હતો. અનેક મુસાફરોને પડતી મુશ્કેલીનો અંત આ બસ શરૂ થતા આવી ગયો છે. બાયડથી ભુજ જવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તમામ રજૂઆતોને એકબાજુ મુકી દેવામાં આવી હતી પરંતુ તાજેતરમાં જ એકદમ બાયડથી નખત્રાણા બસ શરૂ કરવામાં આવી છે.
આ બસ રાત્રે 8:30 કલાકે ઉપડી બીજા દિવસ સવારે 8 30 વાગ્યાની આસપાસ પહોંચશે. અમદાવાદ, ધાંગધ્રા, ગાંધીધામ, અંજાર, ભુજથી નખત્રાણા જશે. આ બસ શરૂ થવાને લઇ અનેક શ્રદ્ધાળુઓને પણ તેનો સીધો લાભ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.