હનુમાન જન્મોત્સવ:મોડાસાના સાકરીયા હનુમાન મંદિરે મહામારુતિ યજ્ઞમાં 150થી વધુ દંપતીઓએ લ્હાવો લીધો, 25હજાર ભક્તોએ પ્રસાદ લીધો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર

મોડાસા તાલુકાના સાકરીયા ગામે ઉત્સાહભેર હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. 150થી વધુ દંપતીએ મારુતિ મહા યજ્ઞમાં ભાગ લીધો હતો. 500 સ્વયં સેવકોએ પર્વ નિમિત્તે સેવા માટે ખડેપગે રહ્યા હતા. સાકરીયા ગામે સ્વયંભૂ આરામની મુદ્રામાં બિરાજમાન ભીડભંજન હનુમાન જન્મોત્સવ નિમિત્તે હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 25 હજાર ભક્તોએ મહાપ્રસાદનો લાભ આપ્યો હતો.

સવારથી મોડી રાત સુધી દર્શનાર્થીઓનો ધસારો રહ્યો હતો. જીર્ણોદ્ધાર માટે ઉદાર હાથે દાન આપવા ટહેલ નાખી હતી. હનુમાનજીને અલંકારિક વસ્ત્રો અને ફૂલોથી સજ્જ કર્યા હતા. ફળફળાદી અને અવનવી વાનગીઓ ધરાવવામાં આવી હતી. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...