તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સાઠંબા બજારમાં શ્રીજી જવેલર્સમાંથી લાખોના સોનાની ચીલઝડપથી ચકચાર

બાયડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 ગઠિયાઓએ ઘરેણાં બતાવવાનું કહી બતાવતાં બોક્ષ લઇ ફરાર

બાયડના સાઠંબામાં મુખ્ય બજારમાં આવેલ શ્રીજી જવેલર્સ નામની દુકાન માંથી ચોરો લાખો રૂપિયાના સોનાની ચીલઝડપ કરી ફરાર થઇ જતાં ચકચાર મચી છે. સાઠંબા મુખ્ય બજારમાં આવેલ શ્રીજી જવેલર્સ નામની દુકાનમાંથી 2 ચોરો દ્વારા સોનાના ઘરેણાં દુકાન માલિક જીગ્નેશભાઈ સોની બતાવવાનું કઈ દુકાન માલિક દ્વારા નવા આવેલ ઘરેણા બતાવતાં તરત જ ગઠિયાઓ ઘરેણાનું બોક્સ લઈ પલાયન થઈ જતાં ચકચાર મચી ગઇ હતી.

સાઠંબા પોલીસ સ્ટેશનની નજીક આવેલ દુકાનમાંથી પાંચ લાખ ઉપરાંતની ચીલઝડપ થતાં તસ્કરોએ પોલીસને લપડાક મારી છે. સાઠંબા અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ક્યારે વધુ એક ચોરી ને અંજામ આપ્યો છે. સાઠંબા પોલીસ પોતાની મસ્તીમાં મસ્ત બની ફરતા તસ્કરોને જાણે મેદાન મળી ગયું હોય એવુ રિતસર દેખાઈ રહ્યું છે. સાઠંબા માં ચોરીને લઈ પોલીસ ઉપર હવે પ્રજાનો વિશ્વાસ રહ્યો નથી એમ ગ્રામજનોએ જણાવ્યું હતું. જોકે આ મામલે સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...