તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણા:બાયડના 90 વર્ષીય કમળાબેન ક્વોરન્ટાઈન થઈ યોગ પ્રાણાયામ કરી 8 દિવસમાં કોરોનાને હરાવ્યો

બાયડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેમના ઘરમાં કામ કરતાં વ્યક્તિને કોરોનાને હરાવવા મદદ કરી

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અસંખ્ય લોકોના જીવ આ મહામારીમાં હોમાઈ ગયા છે ત્યારે કોરોના થાય એટલે મૃત્યુ સમજી બેઠેલા લોકો માટે બાયડના 90 વર્ષીય કમળાબેન હોમ ઉત્તમ દ્રષ્ટાંત બન્યા છે.

કડવા પાટીદાર સમાજના આગેવાન ડી.એન.પટેલના 90 વર્ષીય માતા કમળાબેનને કોરોના થતા સમગ્ર પરિવાર હચમચી ઊઠ્યો હતો ત્યારે કોરોનાથી બિલકુલ ગભરાયા વગર કમળાબેને સ્વસ્થ બની એક રૂમમાં હોમ ક્વોરન્ટાઇન થઈ સમગ્ર પરિવારને હિંમત આપી તેઓએ 8 જ દિવસમાં કોરોનાને હરાવી નેગેટિવ રિપોર્ટ મેળવ્યો હતો.

કોરોનાને હરાવનાર 90 વર્ષીય કમળાબેનએ જણાવ્યું કે તેઓએ કોરોના થતાં જ નકારાત્મક વિચારો બહાર કાઢી માત્ર હકારાત્મક જ વિચારો શરૂ કરી દીધા હતા. વહેલી સવારે ઉઠી નિત્યનિયમ ચાલી અને રૂમમાં આવી યોગ-પ્રાણાયામ કરી યોગ્ય આહાર મેળવી તેઓએ કોરોનાને હરાવ્યો હતો.

વધુમાં જણાવ્યું કે તેમના ઘરમાં જ વર્ષોથી કામ કરતા હીરાભાઈ ભગોરાને કોરોના થતાં તેમને કમળાબેનએ હીરાભાઈને બેસાડી સમજાવી ગભરાયા વગર આ રોગ સામે લડવા માટે સજ્જ કર્યા હતા. માત્ર ચાર જ ટકા હિમોગ્લોબીન હોવા છતાં પણ યોગ પ્રાણાયામથી હીરાભાઈ ભગોરાએ પણ કોરોનાને મ્હાત આપી છે. આજના યુગમાં કોરોનાથી ગભરાઈ જતા લોકો માટે બાયડના કમળાબેન ઉત્તમ દૃષ્ટાંત બની ઉભરી આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...