તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ઘાટન:બાયડમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાનું ઉદ્ઘાટન

બાયડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવામાં આવી હતી. - Divya Bhaskar
બાયડમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવામાં આવી હતી.
  • જિલ્લામાં 350 છાત્રો સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણે છે

અરવલ્લી જિલ્લાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ લઈ શકે તે હેતુથી વર્ષ 2018 માં મોડાસામાં, 2019 માં ભિલોડામાં, 2020 માં મેઘરજ, ધનસુરામાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરાઇ હતી. આ વર્ષે બાયડ અને માલપુરમાં સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાની શરૂઆત કરાઇ છે. હાલમાં જિલ્લામાં 350 છાત્રો સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી પ્રાથમિક શાળા પૈકી મોડાસામાં ધોરણ 1 થી 8 ચાલે છે. જ્યાં 170 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ભિલોડામાં ધો. 1 થી 6 ચાલે છે.

જ્યાં 60 જેટલા વિદ્યાર્થી છે. ધનસુરામાં ધો. 1 થી 3 માં 45 વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને મેઘરજમાં ધો. 1 થી 3 માં 30 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એકંદરે જિલ્લાના 350 જેટલા વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. દર વર્ષે 40 % જેટલી સંખ્યાનો વધારો થઈ રહ્યો છે તેમ નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ એ જણાવ્યું હતું. ઉદ્ઘાટન વખતે બાયડ તાલુકા બીઆરસી સહિત, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ, જિલ્લા પ્રા શિક્ષણાધિકારી સ્મિતાબેન ડી પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...