કાર્યવાહી:શામળાજીમાં ટ્રકમાં થ્રેસરના બોક્સમાં લઇ જવાતો 14.70 લાખનો વિદેશી દારૂ જપ્ત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ટ્રક ચાલકને જેલ હવાલે કરી અન્ય 3 વોન્ટેડની તપાસ હાથ ધરી

શામળાજી પોલીસે ઉદેપુર નેશનલ હાઈવે ઉપર આવેલી પોલીસ ચોકી ઉપરથી પસાર થતી ટ્રકમાં થ્રેસર મશીનના બોક્સમાં ગેરકાયદે છુપાવીને લઈ જવાતો રૂ. 14,70,000 લાખનો વિદેશી દારૂ ઝડપી પોલીસે ટ્રક ચાલકને જેલ હવાલે કરી અન્ય 3 વોન્ટેડની તપાસ હાથ ધરી છે.

શામળાજી પોલીસ હિંમતનગર ઉદયપુર નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન પીએસઆઇ બીએસ ચૌહાણને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નંબર યુપી 84 t 81 23 માં થ્રેસર મશીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતીના આધારે શામળાજી પોલીસ સાથે ઉપરોક્ત ટ્રક ને પોલીસ ચેકપોસ્ટ ખાતે અટકાવીને તલાશી લેતાં થ્રેસર મશીનના બોક્સમાં લઇ જવાતી વિદેશી દારૂની પેટી નં.245 કિ. 14.70 લાખ અને ટ્રક સહિત કુલ રૂ.22,72,500 નો મુદ્દામાલ કબજે લઇને ટ્રકચાલક મનબીર હરિઓમ નાઈ મહાવીર કોલોની રોહતક હરિયાણાને જેલ હવાલે કરી વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે પ્રદીપ રવિન્દ્ર જાટ રહે, શેખપુર રોતક,લલિત સુભાષચંદ્ર તવેટીયા જનતા કોલોની રોહતક, સંદીપ ઉર્ફે રાકેશ જાટ રહે. નજગઢ દિલ્હી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...