આફત:બાયડ તાલુકાના રડોદરા ગામમાં ધાબા પર વીજળી પડતાં દીવાલ ધરાશાયી થઇ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રડોદરા ગામે મોડી રાત્રે ધાબા પર વીજળી પડતાં  દીવાલ ધરાશાઇ થતાં ભાારે નુકસાન થયું હતું. - Divya Bhaskar
રડોદરા ગામે મોડી રાત્રે ધાબા પર વીજળી પડતાં દીવાલ ધરાશાઇ થતાં ભાારે નુકસાન થયું હતું.

બાયડના રડોદરામાં સોમવાર મોડી રાત્રે વીજળી પડતાં ભારે અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. વીજળી પડવાને લઈ ગામમાં અનેક વીજ ઉપકરણો બળી ગયા હતા અને ધાબા પર વીજળી પડતાં દીવાલ ધરાશાઇ થઇ હતી.

રડોદરામાં સોમવાર મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. ત્યારે ગામના પંકજભાઈ પટેલના મકાનના ઉપરના ભાગે અચાનક જ વીજળી પડતાં મકાનના ઉપરના ભાગે દીવાલ ધરાશાઇ થઈ ગઈ હતી. વીજળીના કડાકાને લઇ ગામમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વીજળીથી પટેલ પરિવારના મકાનના વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. જ્યારે ગામમાં પણ વીજળી પડવાને લઈ અનેક વીજઉપકરણો બળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...