હોબાળો:બાયડ તાલુકાના હમીરપુરમાં મતદારોને મતદાન કરતાં અટકાવતાં હોબાળો થયો

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હમીરપુરમાં મતદાન કરવા ને લઇ વાતાવરણ તંગ બન્યું  હતું - Divya Bhaskar
હમીરપુરમાં મતદાન કરવા ને લઇ વાતાવરણ તંગ બન્યું હતું
  • ઝોનલ ઓફિસરે પોલીસ કાફલાસાથે ઘટનાસ્થળે પહોંચી મતદાન કરાવ્યું

બાયડના અલવા કમ્પા ગ્રામ પંચાયતના હમીરપુરમાં મતદાન વખતે અચાનક મતદાન કરતાં મતદારોને અટકાવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જોતજોતામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. બાયડ શહેરની બિલકુલ નજીક આવેલા અલવા કમ્પા ગ્રુપ ગ્રામ પંચાયતના હમીરપુર ગામ ના બુથ ઉપર સવારે ખેતરમાં રહેતા કેટલાક મતદારો મત આપવા ગયા ત્યારે કેટલાક લોકોએ જાણી જોઇ મતદાન કરતા અટકાવી દેતાં વાતાવરણ તંગ બન્યું હતું.

જોતજોતામાં મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. આ વાતની જાણ ઝોનલ ઓફિસરને થતા તુરંત ઘટનાસ્થળે પોલીસના કાફલા સાથે પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને મતદારોને છેલ્લે મતદાન કરાવ્યું હતું. ગામમાં ચાલતી ચર્ચા મુજબ ખોટી રીતે હેરાનગતિ કરી અને મતદાન અટકાવવાનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...