લોકોમાં રોષ:બાયડના સાઠંબા અને પટેલના મુવાડામાં વાનરે 4ને બચકાં ભર્યા

બાયડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયડના સાઠંબામાં કપિરાજે આતંક મચાવ્યો હતો - Divya Bhaskar
બાયડના સાઠંબામાં કપિરાજે આતંક મચાવ્યો હતો
  • વનવિભાગને જાણ કરવા છતાં કાર્યવાહી ન કરતાં લોકોમાં રોષ

બાયડના સાઠંબા તથા પટેલના મુવાડામાં કપિરાજે આતંક મચાવી મૂકતાં બંને ગામમાં થઈ ચાર જેટલા વ્યક્તિઓને બચકાં ભરી લીધાં છે આ અંગે સાઠંબા સરપંચ તથા તલાટીએ જણાવ્યું કે ગામમાં છેલ્લા બે દિવસથી કપિરાજનો આતંક વધ્યો છે.

સાઠંબા તથા પટેલના મુવાડા ગામના ચાર જેટલા વ્યક્તિઓને કપિરાજે બચકાં ભરી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કોઈ વ્યક્તિ જાય તો ઓચિંતો જ હુમલો કરી બચકાં ભરી કપિરાજ પલાયન થઈ જાય છે આ બાબતની જાણ વનવિભાગને કરવા છતાં પણ વન વિભાગ તરફથી કોઇ જ કાર્યવાહી ન કરતાં સાઠંબા ગામમાં પ્રચંડ રોષ વનવિભાગ સામે ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...