તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાયડના રડોદરામાં ઘરકંકાસમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝબ્બે

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવાર રાત્રે ખૂની ખેલ ખેલાયો, તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા

બાયડના રડોદરામાં શનિવાર મોડી રાત્રે ઘરકંકાસામાં પતિ-પત્નીમાં ઝઘડો થતાં પતિએ તિક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરતાં પોલીસે હત્યારા પતિને પકડી લીધો હતો.ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

રડોદરામાં ઇન્દિરાનગરમાં રહેતા રાજુભાઈ બાબાભાઈ વસાવાએ શનિવાર રાત્રે ઘર કંકાસ ને લઇ પત્ની તારાબહેન(35)ને તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી. આ મામલાની જાણ બાયડ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી હત્યારા પતિની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

6 સંતાનો માતા-પિતા વિના નોંધારા બન્યા
પતિ-પત્નીના અંગત ઝઘડાને લઇને પત્નીનું એક તરફ મોત નિપજ્યું છે ત્યારે હત્યારા પતિ ની ધરપકડ પોલીસે કરી છે. 6 સંતાનો માતા તથા પિતા વગર નોંધારા બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...