અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા બાયડ અને ભિલોડામાં તા. 18 થી 22 એપ્રિલ દરમિયાન તાલુકા સ્તરે આરોગ્ય મેળાનું આયોજન કરાયું છે.
જિલ્લા આરોગ્ય અધિકારી આર જી.સી.શ્રીમાળીની રાહબરી હેઠળ છ તાલુકામાં મેળાનું આરોગ્ય શાખા જિ.પં. દ્વારા આયોજન કરાયું છે. મેળામાં પીએમ જેવાય કાર્ડ હેલ્થ આઇડી કાર્ડ રક્તદાન શિબિર તેમજ એનસીડી સ્ક્રિનિંગ અને કેટરેક સ્કેનિંગ કામગીરી કરાશે.
તાલુકા વાઇઝ આરોગ્ય મેળો
મોડાસા તા.18 એપ્રિલ સાર્વજનિક હોસ્પિટલ
માલપુર સીએચસી તા. 19 એપ્રિલ
મેઘરજ સીએચસી તા. 19 એપ્રિલ
બાયડ પ્રા.આરોગ્ય કેન્દ્ર તા. 21 એપ્રિલ
ધનસુરા સીએચસી તા. 21 એપ્રિલ
ભિલોડા કોટેજ હોસ્પિટલ તા. 22 એપ્રિલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.