ગૌરક્ષકોમાં રોષ:બાયડમાં ટ્રકની ટક્કરે ગૌવંશનું મોત થતાં ગૌરક્ષકોએ હાઇવે ચક્કાજામ કર્યો

બાયડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં ગૌવંશનું ટ્રકની ટક્કરે મોત થતાં  આં.રા. હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રોડ પર બેસી ગયા - Divya Bhaskar
બાયડમાં ગૌવંશનું ટ્રકની ટક્કરે મોત થતાં આં.રા. હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રોડ પર બેસી ગયા
  • આં.રા. હિન્દુ પરિષદના કાર્યકર્તા રોડ પર બેસીને વિરોધ કરતાં મુખ્ય હાઇવે 6 કિમી સુધી જામ થયો
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તા તથા આરએસએસ, વીએચપીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા

બાયડમાં શનિવાર સવારે ટ્રકચાલકે ગૌવંશને હડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દેતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રોડ ઉપર બેસી જતાં મુખ્ય હાઇવે 6 કિમી સુધી જામ થઇ ગયો હતો. તે સમયે આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક બની બેઠેલા લોકો વિરોધ કરવા આવતા જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આડે હાથે લીધા હતા જેને લઇ ભારે ચકમક ઝરી હતી.

બે કલાકની મહેનત બાદ માંડ ટ્રાફિક શરૂ થયો હતો.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તા રાજનભાઈ જોશી, નવનીતભાઈ સોની , મિતેશભાઇ પટેલ, જય કિશનભાઇ વગેરે લોકો ગૌવંશના મોતને લઇ ભારે રોષે ભરાઇ જઇ મોડાસા-કપડવંજ મુખ્ય હાઇ-વે ઉપર બેસી જઈ સૂત્રોચ્ચાર શરૂ કરી દેતાં ટ્રાફિક થતાં છ કિમી ચક્કાજામ થઈ ગયો હતો. ગૌવંશના મોતને લઇ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રોષે ભરાતાં પોલીસના પણ હોશકોશ ઉડી ગયા હતા.

આરએસએસ- વીએચપીના કાર્યકર્તાને આડેહાથ લીધા
બાયડમાં હરહંમેશ કંઈ થાય એટલે પહોંચી જતા તથા બની બેઠેલા આર.એસ એસ તથા વીએચપીના કેટલાક કાર્યકર્તા ગૌવંશના મોત ને લઇ રોડ ઉપર બેસી ગયેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરતાં મામલા એ વધુ ઉગ્ર સ્વરૂપ લીધું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એ આવા બની બેઠેલા લોકોને આડે હાથે લેતા તેઓ ત્યાંથી મોઢું લટકાવી ટોળામાંથી બહાર પલાયન થઈ ગયા હતા.

આવેદનત્રો આપ્યા છે છતાં કંઈ થતું નથી: આં.રા. હિ.પ.
આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજનભાઈ જોષી તથા નવનીતભાઈ સોનીએ જણાવ્યું કે અમારા તરફથી બાયડ શહેરમાં રખડતાં ઢોરોને પકડી ઢોર ડબ્બામાં પૂરવા માટે વારંવાર આવેદનપત્રો આપવા છતાં પણ પ્રાંત કચેરી તથા નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી જેને લઇ આવા બનાવો બનતા રહે છે.

108 પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ
ટ્રાફિક થંભી થતા 108 વન પણ ફસાઈ ગઈ હતી જેને માંડ માંડ બહાર કાઢવામાં આવી હતી.

રોડ જામ થતાં સ્થાનિકોને હાલાકી
ગૌવંશનું મોત થતાં ટ્રાફિક ચક્કાજામ થયો હતો ત્યારે બાયડના જાગૃત કેટલાક લોકોએ આ રીતે ટ્રાફિકને જામ કરવો યોગ્ય નથી તેમ જણાવી અને કહ્યું કે સ્થાનિક લોકોને આ જામને લઈ ભારે હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...