તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:બાયડના તળાવમાં ઝેરી પદાર્થ ખાઇ જતાં માછલીઓ અને પાંચ બગલાંનાં મોત થયાં

બાયડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાવમાં ઝેરી પદાર્થ ખાતાં માછલીઓના મોત થયા હતા. - Divya Bhaskar
તળાવમાં ઝેરી પદાર્થ ખાતાં માછલીઓના મોત થયા હતા.
  • માછલી પકડનાર તત્વોએ માછલી પકડવા ઝેરી પદાર્થ નાખ્યો હોવાની ચર્ચા

બાયડમાં હનુમાન મંદિરના નજીકના તળાવમાં ઝેરી પદાર્થ ખાવાથી અસંખ્ય માછલીઓ તથા બંગલાઓના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. બાયડમાં હનુમાન મંદિર નજીક તથા ખોડીયાર નગર સામે આવેલા વર્ષો જૂના મુખ્ય તળાવમાં માછલી પકડનાર કોઈ તત્વોએ પાણીમાં ઝેરી પદાર્થ નાખતા શુક્રવાર સવારે એક પછી એક ટપોટપ અસંખ્ય માછલીઓના મોત થયા હતા.

જ્યારે બીજી બાજુ વહેલી સવારના રોજ બનેલ આ ઘટનામાં પાંચ જેટલા બગલાના પણ મોત નિપજ્યા છે. તળાવમાં માછલીઓ ના મોત થયાની વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા તળાવ આગળ ઉમટી પડ્યા હતા. આ કૃત્ય કરનાર સામે લોકો રોષે ભરાયા છે. જ્યારે બીજી તરફ મોડે સુધી વન વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર ન આવતા ઊંઘમાં આળોટતાં અધિકારીઓ સામે પણ પ્રજામાં જનાક્રોશ ભભૂકયો છે. સત્વરે વનવિભાગ આ મામલે તત્કાળ પગલાં ભરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...