તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:બાયડના નારમીયાની મુવાડીના ખેડૂતોને 13 વર્ષે જમીન વળતરના 42 લાખ મળ્યા

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંત અધિકારી ડો.વિમલભાઈ બારોટ દ્વારા ખેડૂતોને ચેક અપાયા હતા. - Divya Bhaskar
પ્રાંત અધિકારી ડો.વિમલભાઈ બારોટ દ્વારા ખેડૂતોને ચેક અપાયા હતા.
  • 37 ખેડૂતોની જમીન રોડમાં ગઇ હતી, ખેડૂતોએ ભૂખ હડતાળ પણ કરી હતી

બાયડના નારમીયાની મુવાડીના 37 જેટલા ખેડૂત ખાતેદારોની જમીન રોડમાં ગઈ હતી 13 વર્ષથી વિતવા છતાં ન મળતાં થોડા સમય અગાઉ ખેડૂતોએ ભૂખ હડતાળ પણ કરી હતી. જેમાં ખેડૂતોની લડત રંગ લાવતાં 13 વર્ષે 42 લાખ ખેડૂતોને વળતરના મળ્યા હતા.બાયડના ચોઈલાથી નારમીયાની મુવાડી ગામ સુધી વર્ષ 1998માં રોડ મંજૂર કરાયો હતો. જેમાં તંત્ર દ્વારા 37 ખાતેદારોની જમીન સંપાદન કરાઇ હતી.

પરંતુ વર્ષો વિતવા છતાં પણ ખેડૂતોને વળતર ન મળતાં વારંવાર ભૂતકાળમાં ખેડૂતોએ રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ મળ્યું ન હતું ત્યારે આ મામલે બાયડ પ્રાંત અધિકારી ડો.વિમલભાઈ બારોટ તથા ધારાસભ્ય જશુભાઈ પટેલે મળીને રજૂઆતો કરી 13 વર્ષ બાદ 37 જેટલા ખેડૂત ખાતેદારોને અંદાજે 42 લાખ ઉપરાંત ના ચેક આપવામાં આવતા બાયડ પ્રાંત કચેરીમાં ખેડૂતોની આંખોમાં આંસુ સરી આવ્યા હતા. જ્યારે ચેક મળતી વેળાએ ખેડૂતોએ પ્રાંત અધિકારીનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...